કોરોના / ગુજરાતના આ તાલુકામાં આવતીકાલથી ફરી લૉકડાઉન, જાણો કેમ લેવાયો આ નિર્ણય.
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ લૉકડાઉન ખુલ્યા બાદ સતત વધી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે જામનગર પંથકમાં આવેલ લાલપુર ગ્રામ પંચાયતે આવતીકાલથી લૉકડાઉન કરવાનો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણએ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાની ગ્રામ પંચાયતની યોજાયેલી એક બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પંચાયતે આવતીકાલથી લૉકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે ગઇકાલે પણ પોઝિટિવ કેસ નોંધાતા સ્વેચ્છીક રીતે ગ્રામ પંચાયતે આ નિર્ણય લીધો છે.
લાલપુરમાં આવતીકાલથી લૉકડાઉન
જેમાં લાલપુર ગામમાં આવતીકાલથી લૉકડાઉન લાગુ થશે. તો સવારે સાત વાગ્યે થી બે વાગ્યા સુધી જ તમામ બજાર ખુલ્લી રહેશે અને બપોર બાદ સજ્જડ બંધનું કડકપણે પાલન કરવામાં આવશે.
ગુજરાતમાં ગઇકાલે નોંધાયા છે નવા 495 કેસ
આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 495 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 22,665 થઇ છે. તો અમદાવાદમાં સૌથી વધુ 327 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 77 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 392 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 15,501 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

- જામનગર: લાલપુર તાલુકા મથકમાં થશે લોકડાઉન
- આવતી કાલથી ફરી લોક ડાઉન કરવાનો નિર્ણય
- સતત બીજા દિવસે પોઝીટિવ કેસ નોંધાતા ગ્રામ પંચાયતનો નિર્ણય