હવામાન / માછીમારો માટે અલર્ટ: ગુજરાતમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદની વકી, આ વિસ્તારોને કરાયા સાવધ.
ગુજરાતમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી 5 દિવસ દરમ્યાન રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.
ગુજરાતમાં આગામી 5 દિવસ ધોધમાર વરસાદની હવામાન વિભાગની વકી છે. હવામાન વિભાગ દ્વારા 19 તારીખથી વરસાદની તિવ્રતામાં વધારો થવાની સંભાવના દર્શાવવામાં આવી છે એટલું જ નહીં પરંતુ આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ક્યાં ક્યા પડશે વરસાદ
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમીધારે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે. તો બીજી તરફ ક્યાંક નદી-નાળામાં પણ નવા નીર આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો લિલિયામાં સવા 3 ઈંચ, અમરેલીમાં 2.5 ઈંચ, કોડીનારમાં 2 ઈંચ અને ભેસાણમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે

- આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં રહેશે વરસાદી માહોલ
- 19 તારીખથી વરસાદની તીવ્રતામાં થશે વધારો
- આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
ગુજરાતમાં આગામી 5 દિવસ ધોધમાર વરસાદની હવામાન વિભાગની વકી છે. હવામાન વિભાગ દ્વારા 19 તારીખથી વરસાદની તિવ્રતામાં વધારો થવાની સંભાવના દર્શાવવામાં આવી છે એટલું જ નહીં પરંતુ આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ક્યાં ક્યા પડશે વરસાદ
- દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
- દમણ,દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી
- વલસાડ,સુરત,નવસારી,અમરેલીમાં ભારે વરસાદની આગાહી
- જૂનાગઢ,ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી
- છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ