દેશમાં લોકડાઉન વધશે કે મળશે છૂટછાટ? પીએમ મોદીએ આપી દીધાં છે આ સંકેત.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાના જોખમનો સામનો કરવાની સાથે આિર્થક પ્રવૃત્તિઓ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. કોરોના સંકટ પર 21 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મંગળવારે બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે આપણે કોરોનાને જેટલો અટકાવીશું, તેટલું જ આપણું અર્થતંત્ર ખુલશે.આ સાથે તેમણે દેશમાં હવે લોકડાઉન નહીં વધે, ઉલટાનું છૂટછાટો વધારવામાં આવશે તેવા સંકેત આપ્યા હતા. જોકે, તેમણે ચેતવણી આપી હતી કે અત્યારે થોડીક પણ બેદરકારી બધી જ મહેનત પર પાણી ફેરવી શકે છે.
અર્થતંત્ર પાટા પર પાછુ ફરી રહ્યું હોવાના સંકેત મળ્યા
તેમણે ઉમેર્યું કે છેલ્લા કેટલાક સપ્તાહના પ્રયાસોનું પરિણામ જોવા મળી રહ્યું છે અને અર્થતંત્ર પાટા પર પાછું ફરી રહ્યું હોવાના સંકેત મળ્યા છે. ખરીફ વાવેતરમાં ગયા વર્ષની સરખામણીમાં 12-13 ટકાનો વધારો થયો છે. રિટેલમાં ડિજિટલ પેમેન્ટ લોકડાઉન પહેલાના સ્તરે અંદાજે 70 ટકા પહોંચી ગયું છે.
વડાપ્રધાન મુખ્યમંત્રીઓ સાથે ઈ-બેઠકના ભાગરૂપે બુધવારે ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, અને કર્ણાટક સહિત 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે. આ રાજ્યોમાં કોરોનાના કેસની સંખ્યા ઘણી વધુ છે. જોકે, પોતાની વાત રજૂ કરવા માટે ઓછો સમય મળ્યો હોવાના આક્ષેપ સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી આ બેઠકમાં ભાગ લેશે કે નહીં તે અંગે સસ્પેન્સ પ્રવર્તી રહ્યું છે.

ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે