ઘાતક વાયરસ: અમદાવાદ રેલ્વે તંત્રનાં વિચારી પણ નહી શકો એટલા કર્મચારીઓ આવ્યા મહામારીનાં ભરડામાં.
ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે આ વાયરસના ભરડામાં અમદાવાદ શહેર સૌથી વધુ અસર ગ્રસ્ત છે. જ્યારે કોરોનાના મામલે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ભારતીય રેલ્વેનાં કર્મચારીઓનાં રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં ૭૫થી વધુ કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનું ધ્યાને આવ્યું છે.
૭૫થી વધુ કર્મચારીઓ કોરોના પોઝિટિવ
જેમાં ૧૦ થી વધુ રેલ કર્મચારીઓના મોત કોરોનામાં થઇ ગયા છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના મંડળ સંગઠનમંત્રીના જણાવ્યા મુજબ કોરોના સંક્રમણનો ભોગ મોટાપાયે રેલ કર્મચારીઓ બની રહ્યા છે. આથી તકેદારીના ભાગરૂપે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તે માટે ૫૦ ટકા સ્ટાફને કામના સ્થળે બોલાવવાની માંગણી જીએમ સુધી કરાઇ છે. અમદાવાદ વિભાગમાં ૨૦ હજાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તેઓને હાલમાં કોરોના સંક્રમણના કેસમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ રેલવે દ્વારા લાગુ કરાઇ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 563 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 21 દર્દીઓના મોત થયાં છે અને મૃત્યુઆંક 1685 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 27,880 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 560 દર્દીઓ સ્વસ્થ થયાં છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ 563 પોઝિટિવ કેસમાંથી અમદાવાદમાં જ 314, સુરતમાં 132, વડોદરામાં 44, જામનગરમાં 10 પોઝિટિવ કેસો નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 67 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 6211 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 19,917 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 1685 થયો છે.
ગુજરાતીમાં વાંચવા માટે આહિ ક્લિ કકરોગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે આ વાયરસના ભરડામાં અમદાવાદ શહેર સૌથી વધુ અસર ગ્રસ્ત છે. જ્યારે કોરોનાના મામલે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ભારતીય રેલ્વેનાં કર્મચારીઓનાં રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં ૭૫થી વધુ કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનું ધ્યાને આવ્યું છે.
૭૫થી વધુ કર્મચારીઓ કોરોના પોઝિટિવ
જેમાં ૧૦ થી વધુ રેલ કર્મચારીઓના મોત કોરોનામાં થઇ ગયા છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના મંડળ સંગઠનમંત્રીના જણાવ્યા મુજબ કોરોના સંક્રમણનો ભોગ મોટાપાયે રેલ કર્મચારીઓ બની રહ્યા છે. આથી તકેદારીના ભાગરૂપે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તે માટે ૫૦ ટકા સ્ટાફને કામના સ્થળે બોલાવવાની માંગણી જીએમ સુધી કરાઇ છે. અમદાવાદ વિભાગમાં ૨૦ હજાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તેઓને હાલમાં કોરોના સંક્રમણના કેસમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ રેલવે દ્વારા લાગુ કરાઇ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 563 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 21 દર્દીઓના મોત થયાં છે અને મૃત્યુઆંક 1685 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 27,880 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 560 દર્દીઓ સ્વસ્થ થયાં છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ 563 પોઝિટિવ કેસમાંથી અમદાવાદમાં જ 314, સુરતમાં 132, વડોદરામાં 44, જામનગરમાં 10 પોઝિટિવ કેસો નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 67 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 6211 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 19,917 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 1685 થયો છે.
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે