આશાનું કિરણ / કોરોનાની સારવારમાં આ થેરાપીનું પરિણામ સકારાત્મક, અહીં જલ્દી શરૂ કરાશે વિશ્વનું સૌથી મોટું સેન્ટર.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે પ્લાઝમા સુવિધા સેન્ટર શરૂ થવા જઇ રહ્યું છે અને એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ વિશ્વનું સૌથી મોટું પ્લાઝમા થેરાપી સેન્ટર હશે. પ્લાઝમા સેન્ટરમાં કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં પ્લાઝમા થેરાપી દ્વારા દર્દીઓને સાજા કરવામાં સફળતા મળી છે. ટ્રાયલ દરમિયાન દાવો કરાયો છે કે 10માંથી 9 દર્દીઓ પ્લાઝમા થેરાપીથી સાજા થઇ રહ્યાં છે.
મહારાષ્ટ્ર સરકારે ફાળવ્યું 70 કરોડ રૂપિયાનું બજેટ
મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં પહેલા પ્લાઝમા થેરાપી સફળ રહી હતી. બાદમાં મુંબઇમાં જ બીવાઇએલ નાયર હોસ્પિટલમાં પ્રયોગ કરાયો. અને સતત ટ્રાયલ સફળ રહ્યાં. મહારાષ્ટ્ર સરકારે પ્લાઝમા થેરાપી ટ્રાયલ માટે 70 કરોડનું બજેટ ફાળવ્યું છે. તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ 16.65 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જેથી બીજા લોકોની સારવાર કરી શકાય.
ટ્રાયલ સમયે ફ્રીમાં થશે સારવાર
ટ્રાયલ સમયે જે દર્દીઓની પ્લાઝમા થેરાપી કરવામાં આવશે તેમને ફ્રીમાં ટ્રીટમેન્ટ આપવામાં આવશે. જાણકારીના આધારે મોટી સંખ્યામાં લોકોને પ્લાઝમા ડોનેટ કર્યા છે અને સાથે તેમને કોઈ નબળાઈ અનુભવાશે નહીં. આ ટ્રાયલના પરિણામોની મદદથી દેશમાં ગંભીર રીતે બીમાર કોરોનાના દર્દીની સારવારમાં મદદ મળશે.
બચી શકે છે હજારો જિંદગીઓ
ટ્રાયલના કો ઓર્ડિનોટર ડો. મોહમ્મદ ફૈઝલના આધારે આવનારા 6 મહિનામાં પ્લાઝમા થેરાપી રાજ્યના લગભગ 5 હજાર ગંભીર કોરોના રોગીનો જીવ બચાવી શકે છે. આ મોટા સ્તરના ટ્રાયલના પરિણામો ભારત જેવા દેશના માટે કોરોનાની સારવારમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે.
ભારતમાં પ્લાઝમા થેરાપીનો થયો છે ઉપયોગ
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ભારતમાં પ્લાઝમા થેરાપીનો ઉપયોગ કોરોનાની સારવારમાં થઈ ચૂક્યો છે. મળતી માહિતી અનુસાર પ્લાઝમા થેરાપીના મોટા સ્તરે ઉપયોગ માટે ક્લીનિકલ ટ્રાયલની જરૂર હોય છે.

- કોરોના વાયરસનો કહેર
- મહારાષ્ટ્રમાં પ્લાઝમાં થેરાપી કારગર
- પ્લાઝમા થેરાપી સેન્ટર શરૂ થશે

ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે