ગાઈડલાઈન / કેજરીવાલ હોસ્પિટલો પર ભડક્યાં અને આપી ચેતવણી, દિલ્હીમાં ડિસ્ચાર્જ પોલિસી પણ બદલાઈ.

દિલ્હી સરકારે કોરોનાને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. તેમાં કહેવાયું છે કે જેના ઘરમાં આઈસોલેશનને માટે જગ્યા નથી તેમને કોરોના કેર સેન્ટર કે કોવિડ હોસ્પિટલ સેન્ટરમાં મોકલવામાં આવે. ગાઈડલાઈનમાં એમ પણ કહેવાયું છે કે લક્ષણો વિનાના અને સામાન્ય લક્ષણો વાળા દર્દીઓને હોસ્પિટલ 24 કલાકમાં ડિસ્ચાર્જ કરે. જો હોસ્પિટલ ગાઈડલાઈનનું પાલન નહીં કરે તો તેની પર કાર્યવાહી કરાશે.
દિલ્હીની હોસ્પિટલોમાં સતત કોરોનાના દર્દીની તરફથી ફરિયાદો આવી રહી છે. તેમને બેડ આપવામાં આવતા નથી. તેને લઈને દિલ્હી સરકારે આદેશ જાહેર કર્યો છે કે કોરોના હોસ્પિટલમાં જો કોઈ શંકાસ્પદ દાખલ થાય છે તો તેને અલગ વોર્ડમાં રાખવામાં આવે અને સાથે કોરોના દર્દીને માટે જે આઈસોલેશન બેડ્સ નક્કી છે તેને કોરોના શંકાસ્પદને ન આપવામાં આવે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને દિલ્હી સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી નવી ગાઈડલાઈન
દિલ્હી સરકારે કહ્યું છે કે જાણવા મળ્યું છે કે અનેક લક્ષણો વિનાના અને સામાન્ય લક્ષણો વાળા દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. નવી ગાઈડલાઈન અનુસાર એ નકકી છે કે કોઈ પણ લક્ષણ વિનાના કે સામાન્ય લક્ષણોવાળા દર્દીઓને દાખલ કરવાની જરૂર રહેતી નથી. તેમને હોમ આઈસોલેશનમાં રાખવાની સલાહ આપવામાં આવે છે.
નિર્દેશોનું પાલન ન કરવા માટે થશે કાર્યવાહી
દિલ્હી સરકારે કહ્યું કે સરકારે પહેલાં ગાઈડલાઈન જાહેર કરી છે જેના ઘરમાં જગ્યા નથી તેને કોવિડ 19 કેર સેન્ટર કે હોસ્પિટલમાં મોકલાશે. લક્ષણો વિનાના કે સામાન્ય લક્ષણો વિનાના દર્દીને હોસ્પિટલ 24 કલાકમાં ડિસ્ચાર્જ કરે. દરેક હોસ્પિટલોને આદેશ અપાયો છે કે આ નિર્દેશોનું પાલન કરે અને જો તેનું પાલન નહીં થાય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
દિલ્હી સરકારે કહ્યું કે દરેક હોસ્પિટલોને એ પણ આદેશ અપાયો છે કે તે રિયલ ટાઈમમાં જાણ કરે કે તેમને ત્યાં પોઝિટિવ દર્દી, ડિસ્ચાર્જ અને બેડ્સની સ્થિતિ શું છે. હોસ્પિટલોએ એ પણ જણાવવાનું રહેશે કે અહીં રોજ કેટલા સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને કેટલા રીઝલ્ટ રોજ આવી રહ્યા છે.

- દિલ્હી સરકારે જાહેર કરી કોરોનાની નવી ગાઈડલાઈન
- આઈસોલેશન બેડ્સ કોરોના શંકાસ્પદને ન આપવા
- લક્ષણો વિનાના કે સામાન્ય લક્ષણો વાળા દર્દીને 24 કલાકમાં ડિસ્ચાર્જ કરવા
દિલ્હીની હોસ્પિટલોમાં સતત કોરોનાના દર્દીની તરફથી ફરિયાદો આવી રહી છે. તેમને બેડ આપવામાં આવતા નથી. તેને લઈને દિલ્હી સરકારે આદેશ જાહેર કર્યો છે કે કોરોના હોસ્પિટલમાં જો કોઈ શંકાસ્પદ દાખલ થાય છે તો તેને અલગ વોર્ડમાં રાખવામાં આવે અને સાથે કોરોના દર્દીને માટે જે આઈસોલેશન બેડ્સ નક્કી છે તેને કોરોના શંકાસ્પદને ન આપવામાં આવે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને દિલ્હી સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી નવી ગાઈડલાઈન
દિલ્હી સરકારે કહ્યું છે કે જાણવા મળ્યું છે કે અનેક લક્ષણો વિનાના અને સામાન્ય લક્ષણો વાળા દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. નવી ગાઈડલાઈન અનુસાર એ નકકી છે કે કોઈ પણ લક્ષણ વિનાના કે સામાન્ય લક્ષણોવાળા દર્દીઓને દાખલ કરવાની જરૂર રહેતી નથી. તેમને હોમ આઈસોલેશનમાં રાખવાની સલાહ આપવામાં આવે છે.
નિર્દેશોનું પાલન ન કરવા માટે થશે કાર્યવાહી
દિલ્હી સરકારે કહ્યું કે સરકારે પહેલાં ગાઈડલાઈન જાહેર કરી છે જેના ઘરમાં જગ્યા નથી તેને કોવિડ 19 કેર સેન્ટર કે હોસ્પિટલમાં મોકલાશે. લક્ષણો વિનાના કે સામાન્ય લક્ષણો વિનાના દર્દીને હોસ્પિટલ 24 કલાકમાં ડિસ્ચાર્જ કરે. દરેક હોસ્પિટલોને આદેશ અપાયો છે કે આ નિર્દેશોનું પાલન કરે અને જો તેનું પાલન નહીં થાય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
દિલ્હી સરકારે કહ્યું કે દરેક હોસ્પિટલોને એ પણ આદેશ અપાયો છે કે તે રિયલ ટાઈમમાં જાણ કરે કે તેમને ત્યાં પોઝિટિવ દર્દી, ડિસ્ચાર્જ અને બેડ્સની સ્થિતિ શું છે. હોસ્પિટલોએ એ પણ જણાવવાનું રહેશે કે અહીં રોજ કેટલા સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને કેટલા રીઝલ્ટ રોજ આવી રહ્યા છે.
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે