નિવેદન / ભારત દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઇલ મેન્યુફેક્ચરિંગ વાળો દેશ : રવિશંકર પ્રસાદ
ભારતમાં નવા સ્માર્ટફોન લોન્ચ થઇ રહ્યા છે, ઉપરાંત હવે કંપનીઓ પણ 'મેડ ઇન ઇન્ડિયા' સ્માર્ટફોન્સનું નિર્માણ કરી રહી છે. મોબાઇલ નિર્માતા કંપનીઓ માટે ભારત હંમેશાથી જ એક મોટુ બજાર રહ્યું છે. આ જ કારણ છે કે કંપનીઓ ભારતમાં પોતાની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીઝને સેટઅપ કરી રહી છે. કાયદા અને ન્યાય મંત્રી રવિશંકર પ્રસાદે હાલમાં જ જાહેરાત કરતા જણાવ્યું કે ભારત હવે દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઇલ નિર્માતા દેશ બની ગયો છે.
દેશમાં મોબાઇલ કંપનીઓ 'મેડ ઇન ઇન્ડિયા' સ્માર્ટફોન્સનું નિર્માણ કરી રહી છે
ભારતમાં અત્યાર સુધીમાં 300 મોબાઇલ મેન્યુફેક્ચરિંગ યૂનિટ્સ સેટઅપ થઇ ચૂક્યા છે
તેઓેએ કહ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં 300 મોબાઇલ મેન્યુફેક્ચરિંગ યૂનિટ્સ સેટઅપ થઇ ચૂક્યા છે. આ ભારત માટે મોટી ઉપલબ્ધી છે. કાયદા અને ન્યાય મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા જાણકારી આપતા જણાવ્યું કે પીએમ મોદીની લીડરશિપમાં ભારત દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઇલ નિર્માતા દેશ બની ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં 330 મિલિયન મોબાઇલ હેન્ડસેટ્સ બનાવામાં આવ્યા છે.
તેઓએ કહ્યું કે વર્ષ 2014માં દેશમાં 60 મિલિયન સ્માર્ટફોનનું નિર્માણ કરાયું હતું અને એ સમયે ભારતમાં માત્ર બે મોબાઇલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હતા. 2014માં બનેલા મોબાઇલની વેલ્યૂ 3 બિલિયન ડૉલર હતી જ્યારે 2019માં આ વેલ્યૂ વધીને 30 બિલિયન ડૉલર થઇ ગઇ છે.
રવિશંકર પ્રસાદના ટ્વિટને Xiaomi Indiaના સીઇઓ મનુ કુમાર જૈને પણ પોતાના સત્તાવાર ટ્ટિટર એકાઉન્ટ પર શૅર કર્યું છે. સાથે જાણકારી આપી કે Xiaomi ભારતમાં 99 ટકા ફોન બનાવવા જરી રહી છે. જેમાંથી 65 ટકા પાર્ટ લોકલ સ્તર પર સોર્સ કરાઇ રહ્યા છે. Xiaomi એ ભારતમાં 5 વર્ષ પહેલા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યા હતા અને ભારતમાં પ્લાન્ટ લગાવનારી પહેલી કંપની હતી.