આફત / ગુજરાત પર બીજા સંકટનો ખતરો દેખાતા CM રૂપાણીએ અમિત શાહ સાથે કરી વાત, સામે જવાબ આવ્યો...
‘નિસર્ગ’ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે દસ્તક આપે તેવી હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા આગોતરા આયોજન હાથ ધરવામાં આવ્યા છે ત્યારે આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી વાતચીત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે ગુજરાત પર આવનારી સંભવિત ‘નિસર્ગ’ વાવાઝોડાની સ્થિતીના સામના માટે રાજ્ય સરકારોની સજ્જતા અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને વિસ્તૃત જાણકારી મેળવી હતી.
રાજ્ય સરકારના આગોતરા આયોજન બાબતે કરી ચર્ચા
કેન્દ્ર સરકાર સહકારની આપી ખાતરી
આ સાથે જ તેની તેમજ નીચાણવાળા વિસ્તારના લોકોના, માછીમારો-અગરિયાઓ અને ઝિંગા ફાર્મના લોકોને સલામત સ્થળે સ્થળાંતર સહિતની તૈયારીઓથી ગૃહમંત્રીશ્રીને વાકેફ કર્યા હતા. કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રીએ આ સંભવિત ‘નિસર્ગ’ વાવાઝોડાની સ્થિતીના મૂકાબલા માટે રાજ્યને કેન્દ્ર સરકાર તરફથી પૂરા સહયોગની ખાતરી આપી હતી.
વિડીયો ફોન્ફરન્સથી કરી વાતચીત
આ વિડીયો ફોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ તેમજ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, પોલીસ મહાનિદેશક શિવાનંદ જ્હા સહિતના વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.

- ગુજરાત પર ‘નિસર્ગ’ વાવાઝોડાનો ખતરો
- ગૃહમંત્રી અમિત શાહ અને CM વિજય રૂપાણી વચ્ચે યોજાઇ વિડીયો કોન્ફરન્સ
- કેન્દ્ર સરકારે તમામ મદદની દર્શાવી તૈયારી