Covid 19 દર્દી માટે જડીબુટ્ટી રૂપ સાબિત થશે આ દવા, અમદાવાદનાં ડૉક્ટરનો દાવો.
કોવિડના દર્દીઓ પર જો ઉપયોગ કરવામાં આવે તો સારી સફળતા મળે તેવો દાવો ડૉક્ટરો કરી રહ્યા છે.
અમદાવાદ : કોવિડ 19 દર્દીઓ માટે હજુ કોઇ વેક્સિન કે ડિવાઇસનું સંશોધન થયું નથી . વિશ્વના અનેક દેશો કોવિડ -19 માટે દવા પર રિસર્ચ કરી રહ્યા છે . ત્યારે ડોક્ટરોના મતે કોવિડ 19 દર્દી માટે આર્શિવાદ રૂપ સાબિત થાય તેવું ડિવાઇઝ સામે આવ્યું છે. આ ડિવાઇઝ ઘણું મોંઘું છે . પરંતુ કોવિડના દર્દીઓ પર જો ઉપયોગ કરવામાં આવે તો સારી સફળતા મળે તેવો દાવો ડૉક્ટરો કરી રહ્યા છે.
અમદાવાદનાં કિડની સ્પેશ્યાલિસ્ટ ડૉકટર, ડો. રાજ માનદોતે ન્યુઝ18 ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું હતુ કે, એકટેમરા બાદ કોવિડ 19માં વધુ એક ટ્રીટમેન્ટ ઓપશનની માંગ વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. સાયટોસોર્બ (cytosorb) નામના ડિવાઈસની કોવિડ 19ના (Covid19) ક્રિટિકલ દર્દીમાં ઉપયોગ કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. આ ડિવાઈસ અત્યાર સુધી લીવર, કિડની, લંગ્સ અને શરીરના બીજા અંગ ફેઇલ થઈ જાય ત્યારે આ સાયટોસોર્બ નામના ડીવાઈસનો બ્લડ શુદ્ધ કરવા માટે ઉપયોગ થતો હતો. 18 વર્ષની ઉપરની ઉમરના કોવિડ 19ના ક્રિટીકલ દર્દીઓ માટે સાયટોસોર્બ ડિવાઈસનો ઉપયોગ કરવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. યુ.એસ.સરકારે પણ સાયટોસોર્બ નામના ડિવાઈસની કોવિડ 19ના ક્રિટીકલ દર્દીઓની સારવાર માટે ઉપયોગ કરવા માટે મંજૂરી આપી છે. સાયટોસોર્બ નામના ડીવાઈસની હાલ ગુજરાતમાં બજાર કિંમત 96 હજાર 500 છે. ગુજરાતમાં હાલ સાયટોસોર્બ નામના ડીવાઈસ 5 જેટલા ઉપલબ્ધ છે. આગામી બે દિવસમાં વધુ 20 ડીવાઈસ ગુજરાતમાં આવશે. આ સાયટોસોર્બ ડીવાઈસ ભારતની એક માત્ર કંપની પાસે છે. આ સાયટોસોર્બ ડીવાઈસ વિદેશમાં બને છે. સાયટોસોર્બ ડીવાઈસનું ભારતમાં માર્કેટિંગ લાઇસન્સ દેશની એકમાત્ર કંપની બાયોકોન નામની ખાનગી કંપની પાસે છે.
ડૉક્ટરનો દાવો છે કે, કોવિડ 19 દર્દીઓ પર આ ડિવાઇસનો ઉપોયગ કરી શકાય છે. જો હાલ અત્યાર સુધી કોઇ ડૉક્ટર કે હોસ્પિટલ દ્વારા કોવિડના દર્દી માટે આ ડિવાઇસનો ઉપોયગ થયો નથી. આ દવા સામાન્ય લોકોને પરવડે તેમ નથી. માત્ર ધનવાન લોકો માટે આ દવા આર્શિવાદ રૂપ સાબિત થઇ શકે છે. કારણે કે, ડિવાઇસની કિંમત ઘણી ઉંચી હોવાથી આ દવા સામાન્ય દર્દીએ મેળવી ઘણી મુશ્કેલ છે.
ગુજરાતીમાં વાંચવા માટે આહિ ક્લિ કકરો
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે