કોરોના વાયરસ / હવે કોરોના ટેસ્ટ ખાનગી લેબમાં પણ થઈ શકશે, HCના ચુકાદા બાદ રાજ્ય સરકારનો નિર્ણય.
કોરોનાના કહેર વચ્ચે કોવિડ 19ના ટેસ્ટ અંગે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્યારે હાઈકોર્ટે ટેસ્ટ ઓછા કરવા અને ટેસ્ટ માટે મંજૂરી અંગે અગાઉ રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. ત્યારે હવે હાઈકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે.
રાજ્ય સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે કે, હવે કોરોના ટેસ્ટ ખાનગી લેબમાં થઈ શકશે. જોકે ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ માટે ડૉક્ટરનું પ્રિસ્ક્રીપ્શન જરૂરી છે. ખાનગી લેબોએ MCIની ગાઇડલાઇન મુજબ કોરોનાનો ટેસ્ટ રવાનો રહેશે. જો કોઇ લેબ સરકારની ગાઇડલાઇનના નિયમનો ભંગ કરશે તો હેલ્થ વિભાગ દ્વારા પગલાં લેવામાં આવશે.
ICMRની ગાઇડલાઇન અનુસાર, હવેથી ખાનગી તબીબોના પ્રિસ્કિપ્શન આધારિત ખાનગી કે સરકારી લેબોરેટરી ખાતે ટેસ્ટ કરી શકાશે. આ માટે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લેવાની રહેશે નહીં. ખાનગી ડૉક્ટરોએ અને લેબોરેટરીએ જેતે જિલ્લા/કોર્પોરેશનના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી/આરોગ્ય અધિકારી મહાનગરપાલીકાને ઇ-મેઇલ દ્વારા જાણ કરવાની રહેશે અને સરકાર દ્વારા માન્ય એપ્લીકેશન પર દર્દીની માહિતી અપલોડ કરવાની રહેશે.
વધુમાં Covid 19 રોગ સંક્રમિત થવાની સંભાવનાને ધ્યાને લઇ જે પણ દર્દીનો ટેસ્ટ કરવાની જરૂર જણાય ત્યારે આ દર્દીને અચૂક દાખલ કરવાનો રહેશે. દર્દીના ટેસ્ટનું પરિણામ આવે ત્યારબાદ જ જો નેગેટીવ હોય તો દર્દીની સ્થિતિના આધારે ડૉક્ટર રજા આપી શકશે અને જો પોઝિટીવ હોય તો Covid 19ની ટ્રીટમેન્ટ માર્ગદર્શિકાને અનુસારવાનું રહેશે.
અગાઉ હાઈકોર્ટે અમુક કેટેગરીના લોકોનું ટેસ્ટિંગ સરકારે ફરજિયાત કરવું પડશે તેવું હાઈકોર્ટે કહ્યું હતું.
કોરોના મહામારીનો સામનો સમગ્ર દેશ કરી રહ્યો છે જેમાં ગુજરાતની સ્થિતિને લઈને કેન્દ્ર પણ ચિંતામાં છે. તેવામાં રાજ્ય સરકારની કામગીરી પર વિપક્ષ સહિત નાગિરકોએ પણ સવાલ ઉઠાવ્યાં હતા. જેના પગલે કોરોનાની સરકારની કામગીરીને લઈને મામલો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે. જેના પગલે હાલમાં જ હાઈકોર્ટે 76 પાનાનું પોતાનું અવલોકન આપ્યું હતું. આ અવલોકનમાં સૌથી મહત્વની વાત કોરોના ટેસ્ટિંગને લઈને ટાંકવામાં આવી હતી.
ગુજરાત હાઇકોર્ટે કોવિડના ટેસ્ટિંગ મુદ્દે ગુજરાત સરકારને મહત્વનો નિર્દેશ આપતા જણાવ્યું હતું કે તમામ લોકોને કોવિડ ટેસ્ટની પરવાનગી આપવી ફરજિયાત છે. સાથે આ કેટેગરીના લોકોનું ટેસ્ટિંગ સરકારે ફરજિયાત કરવું જ પડશે. આ કેટેગરીમાં જે લોકો કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ થયા છે અને તેઓ ડિસ્ચાર્જ પહેલા ટેસ્ટ કરાવવા ઈચ્છે છે. હોસ્પિટલમાં દાખલ થયેલા, હોસ્પિટલથી પાછા ફરેલા અથવા મૃત્યુ પામેલા પોઝિટિવ દર્દીઓના પરિવારના સભ્યો, જે દર્દીઓ પાસે ડોક્ટરનું લેખિતમાં પ્રિસ્ક્રિપ્શન છે, આ વ્યક્તિઓનો કોરોના ટેસ્ટ એપ્રુવ કરવો ફરજીયાત રહેશે.
સગર્ભા મહિલાઓ અને ગંભીર પ્રકારની સર્જરીના કેસમાં કોરોના ટેસ્ટ માટે મંજૂરી નહીં લેવી પડે
રાજ્યમાં ગંભીર પ્રકારની સર્જરીના કેસમાં કોરોનાના ટેસ્ટ માટે નહીં લેવી પડે મંજૂરી. હાઇકોર્ટના આદેશ બાદ કોરોના ટેસ્ટ માટે થોડા દિવસ અગાઉ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. જે મુજબ હવે ગંભીર પ્રકારની સર્જરીના કેસમાં કોરોના ટેસ્ટ માટે મંજૂરી નહીં લેવી પડે. સગર્ભા મહિલાઓના કોરોના ટેસ્ટ માટે મંજૂરી નહીં લેવી પડે. માત્ર ગંભીર ઓપરેશન સિવાય દર્દીઓના કોરોના ટેસ્ટ માટે મંજૂરીની જરૂર પડશે.
કોરોના ટેસ્ટ માટે ડોક્ટરોએ પરવાનગી લેવાની જરૂર નથીઃ હાઈકોર્ટ
થોડા દિવસ અગાઉ ડૉક્ટર્સના કોરોના ટેસ્ટિંગ પ્રક્રિયા મામલે હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. હાઇકોર્ટે આ મામલે જણાવ્યું હતું કે કોરોના ટેસ્ટ માટે ડૉક્ટરોએ પરવાનગી લેવાની જરૂર નથી. ડેપ્યુટી હેલ્થ ઓફિસરની મંજૂરી લેવા જતા સમયનો બગાડ થાય છે. અરજદારે આ મામલે જણાવ્યુ હતું કે મંજૂરી મળતા 4-5 દિવસનો સમય લાગે છે. મંજૂરી મળે ત્યાં સુધી ડૉક્ટર સુપર સ્પ્રેડર બની જાય છે. ડૉક્ટરે ટેસ્ટિંગ માટે આરોગ્ય અધિકારીને જાણ કરવાની રહેશે.

- હાઈકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકાર જાહેર કર્યું નોટિફિકેશન
- ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ માટે ડૉક્ટરનું પ્રિસ્ક્રીપ્શન જરૂરી
- ગાઇડ લાઈનના નિયમનો ભંગ કરશે તો હેલ્થ વિભાગ દ્વારા પગલાં લેવામાં આવશે