LICના પોલિસી ધારકો માટે મોટા સમાચાર! હવે 30 જૂન સુધી મળશે આ ખાસ સુવિધા.
હાલ દેશ ‘અનલોક 1’ના તબક્કામાં છે. આ હેઠળ સરકાર દ્વારા છૂટછાટમાં વધારો કરવામાં આવ્યો છે. જેથી ઠપ્પ થયેલ જનજીવનને વેગ મળી શકે. ત્યારે હવે દેશની સૌથી મોટી સરકારી ઇન્શ્યોરન્સ કંપની એલઆઈસી(LIC-Life Insurance Corporation) એ કોરનાના સંકટમાં ગ્રાહકોને મોટી રાહત આપી છે.
મીડિયા રિપોર્ટ મુજબ એલઆઈસીએ મેચ્યોરિટી ક્લેમના નિયમોને વધુ સરળ બનાવ્યા છે. મેચ્યોરિટી ક્લેમ મેળવવા માટે હવે ગ્રાહકોએ એલઆઈસીની બ્રાંચે જવાની જરૂર નથી. ગ્રાહક પોતાની પોલિસી, કેવાઈસી દસ્તાવેજ, ડિસ્ચાર્જ ફોર્મ અને અન્ય દસ્તાવેજોને સ્કેન કરી ઇમેલના માધ્યમથી સંબંધિત બ્રાન્ચમાં મોકલીને ક્લેમ મેળવી શકે છે. આ અંગે એલઆઈસીએ તેની આધિકારિક વેબસાઇટ પર એક સર્કુલર જાહેર કર્યું છે. જેમાં જણાવ્યું છે કે ગ્રાહકોને 30 જૂન સુધી આ સુવિધા મળશે.
એલઆઈસી મુજબ ક્લેમ કરવા માટે પોલિસી એક્ટિવ હોવી જરૂરી છે. સાથે પોલિસી જે બ્રાન્ચ ઓફિસથી ઇશ્યૂ થઈ છે. એ જ બ્રાન્ચે જવું જોઈએ. પોલિસી સંબંધીત ચુકવણી બાકી ન હોવી જોઈએ. આ સાથે એલઆઈસી દ્વારા આધિકારિક વેબસાઇટ પર વિગતવાર માહિતી આપવામાં આવી છે કે ગ્રાહક કેવી રીતે ક્લેમ મેળવી શકશે.
ગુજરાતીમાં વાંચવા માટે આહિ ક્લિ કકરો
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે