જાહેરાત / રોજગાર માટે મોદી સરકાર લાવી નવી યોજના : PM મોદી કરાવશે શુભારંભ, પ્રથમ ચરણમાં 25 હજાર લોકોને ફાયદો.
કોરોના સંકટના કારણે દેશમાં લાખો શ્રમિકોએ શહેરોથી પલાયન કરીને પોતાના વતન જવું પડ્યું છે. જે બાદ આ શ્રમિકો જે રાજ્યમાં પહોંચ્યા છે ત્યાં રોજગારનું સંકટ ઉભું થયું છે. એવામાં ભારત સરકાર આ શ્રમિકો માટે મોટી યોજના શરુ કરવા જઈ રહી છે. આ યોજનાને ગરીબ કલ્યાણ રોજગાર આપવામાં આવ્યું છે.
નાણામંત્રી નિર્મલા સિતારમણે ગુરુવારે મીડિયા સંબોધનમાં જાણકારી આપતા કહ્યું કે 20મી જૂને યોજનાની લોન્ચિંગ કરવામાં આવશે. આ યોજનાની મદદથી પલાયન કરીને ગામડાઓમાં આવેલ મજૂરોને રોજગાર આપવામાં આવશે.
પચીસ હજાર લોકોને રોજગાર
લોકડાઉનમાં ધંધો રોજગાર છોડીને પોતપોતાના વતન પહોંચેલા શ્રમિકો માટે સરકાર મોટી યોજના લાવી રહી છે. શ્રમિક વર્ગે શહેરો પર જ નિર્ભર રહેવાની જરૂર નહીં પડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવા શ્રમિકોના રોજગાર માટે મોટી યોજના શરુ કરવા જઈ રહ્યા છે જેમાં પહેલા ચરણમાં જ પચીસ હજાર લોકોને રોજગાર મળી જશે.
PM મોદી કરાવશે શુભારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગ્રામીણ લોક કાર્ય યોજનાનો શુભારંભ કરાવશે, લોકડાઉનના કારણે જે શ્રમિક વર્ગ શહેરોને છોડીને ગૃહરાજ્યમાં આવ્યા છે તે બધા શ્રમિકોને રોજગાર આપવા માટે આ યોજના કરવામાં આવશે. નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવેલ જાહેરાત અનુસાર બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 20મી જૂને ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનના શુભારંભમાં જોડાશે.
50 હજાર કરોડ રૂપિયાની યોજના
આ યોજનાનાં ડીજીટલ શુભારંભમાં પાંચ અન્ય રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓ પણ જોડાશે. આ યોજનાથી બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ ને ઓરિસ્સાના કુલ 116 જિલ્લાના 25 હજારથી વધારે પ્રવાસી શ્રમિકોને યોજનામાં જોડવામાં આવશે.પચાસ હજાર કરોડ રૂપિયાની આ યોજનામાં કામગારોને 25 અલગ અલગ પ્રકારના કામ આપવામાં આવશે. સરકારનો દાવો છે કે આ યોજનાના કારણે શ્રમિકોનું સ્કિલ મેપિંગ કરવામાં આવશે.

- લોકડાઉનમાં બેરોજગાર થયેલા શ્રમિકો માટે મોટી યોજના
- 50 હજાર કરોડની યોજનામાં પહેલા ચરણમાં 25 હજાર લોકોને મળશે રોજગાર
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20મી જૂને શરૂ કરાવશે યોજના
- નાણામંત્રીએ કરી જાહેરાત
નાણામંત્રી નિર્મલા સિતારમણે ગુરુવારે મીડિયા સંબોધનમાં જાણકારી આપતા કહ્યું કે 20મી જૂને યોજનાની લોન્ચિંગ કરવામાં આવશે. આ યોજનાની મદદથી પલાયન કરીને ગામડાઓમાં આવેલ મજૂરોને રોજગાર આપવામાં આવશે.
પચીસ હજાર લોકોને રોજગાર
લોકડાઉનમાં ધંધો રોજગાર છોડીને પોતપોતાના વતન પહોંચેલા શ્રમિકો માટે સરકાર મોટી યોજના લાવી રહી છે. શ્રમિક વર્ગે શહેરો પર જ નિર્ભર રહેવાની જરૂર નહીં પડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવા શ્રમિકોના રોજગાર માટે મોટી યોજના શરુ કરવા જઈ રહ્યા છે જેમાં પહેલા ચરણમાં જ પચીસ હજાર લોકોને રોજગાર મળી જશે.
PM મોદી કરાવશે શુભારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગ્રામીણ લોક કાર્ય યોજનાનો શુભારંભ કરાવશે, લોકડાઉનના કારણે જે શ્રમિક વર્ગ શહેરોને છોડીને ગૃહરાજ્યમાં આવ્યા છે તે બધા શ્રમિકોને રોજગાર આપવા માટે આ યોજના કરવામાં આવશે. નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવેલ જાહેરાત અનુસાર બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 20મી જૂને ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનના શુભારંભમાં જોડાશે.
50 હજાર કરોડ રૂપિયાની યોજના
આ યોજનાનાં ડીજીટલ શુભારંભમાં પાંચ અન્ય રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓ પણ જોડાશે. આ યોજનાથી બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ ને ઓરિસ્સાના કુલ 116 જિલ્લાના 25 હજારથી વધારે પ્રવાસી શ્રમિકોને યોજનામાં જોડવામાં આવશે.પચાસ હજાર કરોડ રૂપિયાની આ યોજનામાં કામગારોને 25 અલગ અલગ પ્રકારના કામ આપવામાં આવશે. સરકારનો દાવો છે કે આ યોજનાના કારણે શ્રમિકોનું સ્કિલ મેપિંગ કરવામાં આવશે.
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે