PM મોદીએ લીધો એવો નિર્ણય કે દુનિયા આખી ચોંકી જશે, 70 વર્ષમાં નથી થયું તે રાતોરાત બનશે શક્ય.
ભારત કોરોના વાયરસ નામની મહામારી સામે ઝઝુમી રહ્યો છે. કોરોના સંક્રમણના કેસ ભારે મોટી સંખ્યામાં વધી રહ્યાં છે. આ મહામારી સામે લડવામાં કેટલીક અડચણો મુશ્કેલી વધારી રહી છે. તેમાં મહત્વની છે વેન્ટિલેટરની અછત. હવે મોદી સરકારે વેન્ટિલેટરની અછતને પુરી કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
દેશમાં વેન્ટિલેટરની જરૂરિયાતને પૂરી પાડવા માટે PM કેયર ફંડમાંથી 50,000 વેન્ટિલેટર ખરીદવાનો અગત્યનો નિય લેવામાં આવ્યો છે. અંદાજિત 2000 કરોડ રૂપિયાની ફાળવણી વેન્ટિલેટર ખરીદવા માટે કરવામાં આવી છે.
પ્રિન્સટન યુનિવર્સિટીના સેન્ટર ફોર ડિઝાસ્ટર ડાયનેમિક્સ, ઇકોનોમિક્સ એન્ડ પોલિસી (CDDEP)ના સ્ટડી મુજબ ભારત 70 વર્ષમાં કુલ 47,481 વેન્ટિલેટર્સ ખરીદી શક્યું છે, જેમાં સરકારી અને પ્રાઇવેટ હૉસ્પિટલ બંનેનો સમાવેશ થાય છે. તેની સામે PM કેયર ફંડના માધ્યમથી એક જ પ્રયાસમાં 50,000 વેન્ટિલેટર દેશને મળશે.
CDDEPના સ્ટડીમાં રાજ્ય મુજબ વેન્ટિલેટરની સ્થિતિની હકીકત પર ધ્યાન દોરવામાં આવ્યું છે. સરકારી હૉસ્પિટલો પાસે 17,850 અને પ્રાઇવેટ સેક્ટર હૉસ્પિટલો પાસે 29,631 વેન્ટિલેટર્સ છે. પરંતુ હજી કોરોનાના દર્દીઓની સારવાર માટે મોટી સંખ્યામાં વેન્ટિલેટરની અછત છે. જેને દૂર કરવા મોદી સરકારે એક જ ઝાટકે 50,000 વેન્ટિલેટર્સ ખરીદવાનો નિર્ણય લીધો છે. CDDEPમાં રાજ્ય મુજબ વેન્ટિલેટર્સના આંકડા મુજબ ગુજરાતમાં કુલ 1,622 વેન્ટિલેટર્સ છે. સૌથી વધુ વેન્ટિલેટર્સ 7,035 ઉત્તર પ્રદેશમાં છે. મહારાષ્ટ્રમાં 5,793 અને કર્ણાટકમાં 6,553 વેન્ટિલેટર્સની સુવિધા ઉપલબ્ધ છે. સૌથી ઓછા વેન્ટિલેટર્સ 11 લક્ષ્યદ્વીપમાં છે.
કોવિડ-19 સામે લડવા માટે PM કેયર ફંડમાંથી સરકાર 3100 કરોડ ખર્ચ કરવા જઈ રહી છે. આ રકમમાંથી અંદાજિત 2,000 કરોડ રૂપિયા વેન્ટિલેટર્સ ખરીદવા માટે ફાળવવામાં આવ્યા છે. 1000 કરોડ રૂપિયા સ્થળતાંતર કરવા મજબૂર બનેલા શ્રમિકો માટે ખર્ચ કરવામાં આવશે.