કોરોના સંકટ / PM મોદી સાથેની વાતચીત બાદ ફરી એક વખત લૉકડાઉનને લઇને DyCMની આવી સ્પષ્ટતા.
કોરોના વાયરસ સામે લડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, બિહાર અને તેલંગાણાના મુખ્યમંત્રી સામેલ છે. PM મોદી સાથે થયેલી વાતચીત અંગે DyCM નીતિન પટેલે જાણકારી આપી હતી. આ બેઠક દરમિયાન મુખ્યમંત્રીઓ અને પ્રધાનમંત્રીએ વીર શહીદો શ્રદ્ધાંજલિ આપી હતી. તો રાજ્યસભા ચૂંટણી અંગે પણ તેમણે નિવેદન આપ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી(DyCM) નીતિન પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રી સાથે કોરોના વાયરસ અંગેની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. રિકરવી રેટ, મૃત્યુદર અને હોસ્પિટલ અંગેની ચર્ચા થઇ છે. આ દરમિયાન નીતિન પટેલે ફરી લૉકડાઉન લાગૂ થવાને લઇને પણ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું, લૉકડાઉનની વાત અફવા.
નીતિન પટેલે જણાવ્યું કે, હવે કોઈપણ પ્રકારનું લૉકડાઉન દેશમાં આવવાની શક્યતા નહીં, ફરીથી લૉકડાઉન આવી શકે છે તેમાં કોઇ તથ્ય નથી. સરકાર ફરી આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા પ્રયાસ કરી રહી છે.
વેપાર-ધંધા ચાલુ કરવાના છેઃ નીતિન પટેલ.
વધુમાં નીતિન પટેલે કહ્યું કે, PMએ કહ્યુ કોરોના સામે લડત ચાલુ જ રાખવાની છે. વેપાર, મુડીરોકાણ અને રોજગારી વધારવા PMએ ચર્ચા કરી હતી. કોરોનાથી બચવાની સાથે વેપાર-ધંધા પણ ચાલુ કરવાના છે.
દેશના સૈનિકો દુશ્મનોને મારતા-મારતા શહીદ થયાઃ નીતિન પટેલ
નીતિન પટેલે કહ્યું કે, આપણા સૈનિકો એકલા શહીદ નથી થયા, દુશ્મનોને મારતા-મારતા શહીદ થયા છે. સૈનિકોએ સરહદ પર જ બદલો લઈ લીધો છે. દેશની એક-એક ઇંચ જમીનના રક્ષણ માટે સક્ષમ છીએ. આપણો દેશ માનવતા અને ભાવના વાળો દેશ છે. ભારત ઇચ્છે છે પાડોશી દેશો સાથે મિત્રતા ભર્યા સંબંધો રહે પરંતુ જો કોઇ દૂરુપયોગ કરવા માગશે તો તેને ભારત ચલાવી લેશે નહીં. ભારતની એક એક ઇંચ જમીનનું રક્ષણ કરવા માટે જે પણ કઇ કરવું પડશે તે કરવા આપણે સક્ષમ છીએ. કોઈ રાજ્ય માટે PM એ વિશેષ સુચન નથી કર્યુ. PMના સુચનો તમામ રાજ્યોને લાગૂ પડે તેવા હતા. દેશની સલામતી માટે પક્ષાપક્ષીથી આગળ રહેવાનું છે.
રાજ્યસભાની ચૂંટણી મામલે DyCM નીતિન પટેલનું નિવેદન
રાજ્યસભાની ચૂંટણી અંગે નીતિન પટેલે કહ્યું કે, અમારા બધાજ ધારાસભ્યો બેઠકમાં હાજર છે, મતદાન પૂર્ણ થઈ જાય ત્યા સુધી ધારાસભ્યો અહીં જ રહેવાના છે. અમારા તમામ ઉમેદવારોની જીત નિશ્ચિત છે. અન્ય પક્ષોના ધારાસભ્યોનું પણ અમને સમર્થન મળશે.

- PM મોદી સાથે વીડિયો કોન્ફરન્સથી કરેલી વાતચીત બાદ DyCMનું નિવેદન.
- ફરીથી લૉકડાઉન આવી શકે છે તેમાં કોઇ તથ્ય નથીઃ નીતિન પટેલ.
- વેપાર-ધંધા ચાલુ કરવાના છેઃ નીતિન પટેલ.
નાયબ મુખ્યમંત્રી(DyCM) નીતિન પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રી સાથે કોરોના વાયરસ અંગેની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. રિકરવી રેટ, મૃત્યુદર અને હોસ્પિટલ અંગેની ચર્ચા થઇ છે. આ દરમિયાન નીતિન પટેલે ફરી લૉકડાઉન લાગૂ થવાને લઇને પણ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું, લૉકડાઉનની વાત અફવા.
નીતિન પટેલે જણાવ્યું કે, હવે કોઈપણ પ્રકારનું લૉકડાઉન દેશમાં આવવાની શક્યતા નહીં, ફરીથી લૉકડાઉન આવી શકે છે તેમાં કોઇ તથ્ય નથી. સરકાર ફરી આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા પ્રયાસ કરી રહી છે.
વેપાર-ધંધા ચાલુ કરવાના છેઃ નીતિન પટેલ.
વધુમાં નીતિન પટેલે કહ્યું કે, PMએ કહ્યુ કોરોના સામે લડત ચાલુ જ રાખવાની છે. વેપાર, મુડીરોકાણ અને રોજગારી વધારવા PMએ ચર્ચા કરી હતી. કોરોનાથી બચવાની સાથે વેપાર-ધંધા પણ ચાલુ કરવાના છે.
દેશના સૈનિકો દુશ્મનોને મારતા-મારતા શહીદ થયાઃ નીતિન પટેલ
નીતિન પટેલે કહ્યું કે, આપણા સૈનિકો એકલા શહીદ નથી થયા, દુશ્મનોને મારતા-મારતા શહીદ થયા છે. સૈનિકોએ સરહદ પર જ બદલો લઈ લીધો છે. દેશની એક-એક ઇંચ જમીનના રક્ષણ માટે સક્ષમ છીએ. આપણો દેશ માનવતા અને ભાવના વાળો દેશ છે. ભારત ઇચ્છે છે પાડોશી દેશો સાથે મિત્રતા ભર્યા સંબંધો રહે પરંતુ જો કોઇ દૂરુપયોગ કરવા માગશે તો તેને ભારત ચલાવી લેશે નહીં. ભારતની એક એક ઇંચ જમીનનું રક્ષણ કરવા માટે જે પણ કઇ કરવું પડશે તે કરવા આપણે સક્ષમ છીએ. કોઈ રાજ્ય માટે PM એ વિશેષ સુચન નથી કર્યુ. PMના સુચનો તમામ રાજ્યોને લાગૂ પડે તેવા હતા. દેશની સલામતી માટે પક્ષાપક્ષીથી આગળ રહેવાનું છે.
રાજ્યસભાની ચૂંટણી મામલે DyCM નીતિન પટેલનું નિવેદન
રાજ્યસભાની ચૂંટણી અંગે નીતિન પટેલે કહ્યું કે, અમારા બધાજ ધારાસભ્યો બેઠકમાં હાજર છે, મતદાન પૂર્ણ થઈ જાય ત્યા સુધી ધારાસભ્યો અહીં જ રહેવાના છે. અમારા તમામ ઉમેદવારોની જીત નિશ્ચિત છે. અન્ય પક્ષોના ધારાસભ્યોનું પણ અમને સમર્થન મળશે.
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે