સૂર્યગ્રહણ / Solar Eclipse 2020 : સૂર્યગ્રહણ ભારતમાં સૌપ્રથમ ગુજરાતના આ શહેરમાં જોવા મળશે, જાણો અમદાવાદનો સમય.
21 જૂનના રોજ સૂર્યગ્રહણ થવાનું છે. આ ઘટના ભારત માટે એટલા માટે ખાસ છે કારણ કે, રવિવાર અને અમાસનો ખાસ સંયોગ બની રહ્યો છે તો આ અંગે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી મંત્રાલયે જણાવ્યું હતું કે, આ એક દુર્લભ ખગોળીય ઘટના છે. ખાસ કરીને વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ છે. ત્યારે ગુજરાત માટે ગૌરવપ્રદ ઘટના એ છે કે, સમગ્ર ભારતમાં સૌપ્રથમ ગુજરાતના ભુજ શહેરથી સૂર્યગ્રહણની શરૂઆત થશે. જ્યાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે.
વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી મંત્રાલયે કહ્યું હતું કે, અનૂપગઢ, સૂરતગઢ, સિરસા, જાખલ, કુરક્ષેભત્ર, યુમુનાનગર, દેહરાદૂન, તપોવન અને જોશીમઠમાં રહેલા લોકો આ ગ્રહણ વલયાકાર રીતે જોઇ શકશે. તો ભારતના મોટા ભાગમાં આંશિક ગ્રહણ જોઇ શકાશે.
ભુજથી થશે શરૂઆત
સૂર્યગ્રહણ ભારત માટે સૌથી મોટી ઘટના છે કારણ કે, ઘણા વર્ષો બાદ આ ઘટના બનવા જઇ રહી છે. તો ગુજરાત માટે પણ ગૌરવપ્રદ બાબત એ છે કે, સમગ્ર ભારતમાં સૌથી પહેલા ભૂજમાં સવારે 9.58 મિનિટે સૂર્યગ્રહણ જોવા મળશે. તો ગ્રહણની સમાપ્તિ 4 કલાક બાદ ડિબ્રુગઢમાં થશે. બપોરે 2.29 કલાકે આસામના ઘેરસાણાની પશ્ચિમ સીમા પ્રથમ કોણીય તબક્કાની સાક્ષી બનશે. અહીં 30 સેકન્ડ સુધી આ નજારો જોવા મળશે. આ સાથે જ કંકણાકૃત ગ્રહણનો નજારો ઉત્તરાખંડમાં બપોરે 12.10 કલાકે જોવા મળશે જેનો સમયગાળો માત્ર 28 સેકન્ડ સુધી રહેશે.
આ છે સૂર્યગ્રહણની ખાસિયત
21 જૂને થનારું સૂર્યગ્રહણ વલયાકાર રહેશે. તેને ચૂડામણિ પણ કહેવામાં આવે છે. આ ગ્રહણ પર મિથુન રાશિમાં સૂર્ય, બુધ, રાહુ અને ચંદ્રની યુતિ બની રહેશે. આ સિવાય આ સમયે રાહુ, કેતુ, પ્લુટો, શનિ, બૃહસ્પતિ બુધ, શુક્ર વક્રી રહેશે. મંગળ પોતાની રાશિનું પરિવર્તન કરી ચૂક્યો હશે.
વલયાકાર સૂર્યગ્રહણ
આ સૂર્યગ્રહણનો ત્રીજો ભાગ છે. તેમાં ચંદ્ર પૃથ્વીથી દૂર રહે છે અને પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે. એટલે કે સૂર્યને આ પ્રકારે ઢાંકે છે કે સૂર્યનો ફક્ત મધ્ય ભાગ જ છાયા ક્ષેત્રમાં આવે છે અને પૃથ્વીથી જોતાં ચદ્રમા પર સૂર્ય પૂરી રીતે ઢંકાયેલો દેખાતો નથી. પણ સૂર્યના બહારના વિસ્તારને પ્રકાશિત થવાના કારણે બંગડી કે વલયના રૂપમાં ચમકતો દેખાય છે. બંગડી આકારમાં બનેલા સૂર્યગ્રહણને વલયાકાર સૂર્યગ્રહણ કહેવાય છે.
વિશ્વમાં કયા-કયા સ્થળે દેખાશે સૂર્યગ્રહણ
આખા ભારત સહિત સૂર્યગ્રહણ દક્ષિણ પૂર્વી યૂરોપ, ઉત્તરી ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ચીન, બર્મા, ફિલિપિન્સમાં દેખાશે.
ગુજરાતના આ મહાનગરોમાં નીચેના સમયે જોવા મળશે ગ્રહણ
આ રાશિઓને થશે નુકસાન
આ ગ્રહણના કારણે મિથુન, વૃશ્વિક અને ધનુ રાશિ વધારે પ્રભાવિત થઈ શકે છે. થોડો પ્રભાવ મકર રાશિમાં પણ જોવા મળી શકે છે. સૂર્યગ્રહણને કારણે આ રાશિના લોકોને મુશ્કેલી પડી શકે છે.

- 21 જૂનના રોજ થશે સૂર્યગ્રહણ
- ભારતમાં સૌ પ્રથમ ભુજમાં દેખાશે સૂર્યગ્રહણ
- દેશના આ વિસ્તારોમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે

- અમદાવાદમાં સવારે 10.03 મિનિટે દેખાશે ગ્રહણ
- સુરતમાં સવારે 10.02 મિનિટે જોવા મળશે ગ્રહણ
- રાજકોટમાં 9.59 મિનિટે સૂર્યગ્રહણ જોવા મળશે
આ રાશિઓને થશે નુકસાન
આ ગ્રહણના કારણે મિથુન, વૃશ્વિક અને ધનુ રાશિ વધારે પ્રભાવિત થઈ શકે છે. થોડો પ્રભાવ મકર રાશિમાં પણ જોવા મળી શકે છે. સૂર્યગ્રહણને કારણે આ રાશિના લોકોને મુશ્કેલી પડી શકે છે.
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે