મુશ્કેલી / કોરોનાની આ દવા પર સરકાર લગાવી શકે છે રોક, કરી રહી છે લિવરને ડેમેજ.
કોરોનાના સંક્રમણને લઈને દેશ દુનિયામાં હાહાકાર મચ્યો છે. આ સમયે અનેક વખત દવાઓ અને વેક્સીન શોધાઈ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ મળતી માહિતી અનુસાર કોરોનામાં વપરાતી રેમડેસિવિર દવા દર્દીઓના લિવરને નુકસાન કરી રહી છે. આ દવાના દર્દીઓ પરના પ્રયોગને લઈને ફરી વિચાર કરવામાં આવી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એક દર્દીને 100 એમજીના ડોઝની સલાહ આપી છે. એક અનુમાન છે કે કોરોનાની સારવાર માટે રેમડેસિવીર પર સરકાર ફરી રોક લગાવી શકે છે.
- કોરોના દર્દીઓના લિવરને ડેમજ કરી રહી છે રેમડેસિવિર દવા
- કોરોનાની સારવાર માટે રેમડેસિવિર દવા પર સરકાર લગાવી શકે છે રોક
- સ્વાસ્થ્ય મંત્રાલયે એક દર્દીને 100 એમજી ડોઝની સલાહ આપી છે
- રેમડેસિવિર દવાના ઉપયોગ પર ફરી કરવામાં આવી રહ્યો છે વિચાર
સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર રેમડેસિવીર દવાના ઉપયોગને માટે એક વાર ફરી વિચાર કરવામાં આવી શકે છે. શુક્રવારે પણ તેને લઈને એક બેઠક યોજાઈ હતી. દેશના અલગ અલગ અનેક સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં તેના દુષ્પ્રભાવની જાણકારી મળી છે. જે દર્દીઓને આ દવા આપવામાં આવી રહી છે તેમના લિવરને નુકસાન થયું છે.
જો કે આ માટે તેની વધારે જાણકારી મળવાની બાકી છે. આ દવા ભારતમાં બનતી નથી અને તેની ન તો તેનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરાયો છે. ગિલિયાડ કંપનીની આ દવાને ભારતમાં બનાવવા માટે કેટલીક કંપનીઓ સાથે કરાર કરાયો છે. આ દવાનો ઉપયોગ ફક્ત ગંભીર સ્થિતિમાં જ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કોને ન આપી શકાય આ દવા
જે દર્દીઓને પહેલાંથી જ લિવરની તકલીફ છે તેમને આ દવા આપી શકાતી નથી. આ દિશા નિર્દેશમાં કહેવાયું છે કે કેટલાક દર્દીમાં દવા આપતાં પહેલાં લિવરની તકલીફ ન હતી અને પછી તેમને આ તકલીફ સતત વધતી જોવા મળી. આ ચિંતાનો વિષય છે. આ માટે જલ્દી જ નવી નીતિ તૈયાર કરવામાં આવશે.
કોરોનાની સારવારમાં પહેલાં રેમડેસિવીર દવાની પરમિશન મળી હતી. ત્યારબાદ તેની ઉપલબ્ધતા ઓછી થવાનું જાણવા મળ્યું અને હવે તેના દુષ્પ્રભાવ અને કાળા બજારીની ફરિયાદ મળી રહી છે. આ દવા પ્રાઈવેટ હોસ્પિટલો પાસે હતી અને પછી સરકારી હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવી હતી. લોકો તેને ખરીદવા દવા વેચનારાનો સંપર્ક પણ કરી રહ્યા છે. પહેલેથી આ દવાનો સ્ટોક ઓછો છે. દિલ્હીમાં 5 હજારની કિંમતની આ દવા 16-18 હજારમાં મળી રહી છે.
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે