ચિંતા / રાજ્યમાં ફરી વખત કોરોનાના એક દિવસના કેસનો રેકોર્ડ તૂટ્યો, સુરતમાં ઍક્ટિવ કેસ ચોંકાવનારા.
ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા પ્રમાણે ગત ચોવીસ કલાકમાં 735 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 36,858 પર પહોંચ્યો છે.
આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 423 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 26,323 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 17 લોકોના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 1,962 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
સતત ત્રીજા દિવસે ગુજરાતમાં નોંધાયા 700થી વધુ કેસ
ઉલ્લેખનીય છે કે, અનલૉક-1.0 બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક-1.0 બાદ આજે સતત ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક કેસ 735 કેસ નોંધાતા ફરી ચિંતામાં વધારો થયો છે. આપને જણાવી દઇએ કે, શનિવારે રાજ્યમાં 712 કેસ નોંધાયા હતા તો ગઇકાલે 725 કેસ અને આજે 735 કેસ નોંધાયા છે.
કોરોનાએ અમદાવાદની જેમ હવે સુરતને પણ બાનમાં લીધું
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 241 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 207 અને સુરત જિલ્લામાં 40 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 6,209 પર પહોંચ્યો છે.
હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 183 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 168 અને અમદાવાદ જિલ્લામાં 15 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 22,075 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 240 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 16,965 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 7 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1491 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3619 એક્ટિવ કેસ છે.

- રાજ્યમાં ફરી વખત કોરોનાના એક દિવસના કેસનો રેકોર્ડ તૂટ્યો
- સુરતમાં ઍક્ટિવ કેસ ચોંકાવનારા

ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે
રાજ્યના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની વિગત
06/07/2020 | પોઝિટિવ કેસ |
અમદાવાદ | 183 |
સુરત | 241 |
વડોદરા | 65 |
ગાંધીનગર | 17 |
ભાવનગર | 35 |
બનાસકાંઠા | 24 |
આણંદ | 1 |
રાજકોટ | 21 |
અરવલ્લી | 2 |
મહેસાણા | 12 |
પંચમહાલ | 8 |
બોટાદ | 2 |
મહીસાગર | 2 |
ખેડા | 9 |
પાટણ | 3 |
જામનગર | 7 |
ભરૂચ | 18 |
સાબરકાંઠા | 8 |
ગીર સોમનાથ | 2 |
દાહોદ | 5 |
છોટા ઉદેપુર | 3 |
કચ્છ | 11 |
નર્મદા | 0 |
દેવભૂમિ દ્વારકા | 0 |
વલસાડ | 13 |
નવસારી | 8 |
જૂનાગઢ | 15 |
પોરબંદર | 0 |
સુરેન્દ્રનગર | 5 |
મોરબી | 4 |
તાપી | 4 |
ડાંગ | 0 |
અમરેલી | 7 |
આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે
જિલ્લા | કુલ | સાજા થયા | મૃત્યુ | એક્ટિવ કેસ |
અમદાવાદ | 22075 | 16965 | 1491 | 3619 |
સુરત | 6209 | 4109 | 188 | 1912 |
વડોદરા | 2633 | 1855 | 51 | 727 |
ગાંધીનગર | 736 | 546 | 32 | 158 |
ભાવનગર | 373 | 156 | 13 | 204 |
બનાસકાંઠા | 252 | 166 | 12 | 74 |
આણંદ | 247 | 211 | 13 | 23 |
રાજકોટ | 430 | 163 | 12 | 255 |
અરવલ્લી | 229 | 182 | 22 | 25 |
મહેસાણા | 329 | 162 | 13 | 154 |
પંચમહાલ | 216 | 154 | 16 | 46 |
બોટાદ | 104 | 69 | 3 | 32 |
મહીસાગર | 154 | 119 | 2 | 33 |
ખેડા | 217 | 135 | 12 | 70 |
પાટણ | 248 | 129 | 17 | 102 |
જામનગર | 279 | 148 | 5 | 126 |
ભરૂચ | 314 | 159 | 10 | 145 |
સાબરકાંઠા | 209 | 131 | 8 | 70 |
ગીર સોમનાથ | 91 | 50 | 1 | 40 |
દાહોદ | 79 | 46 | 1 | 32 |
છોટા ઉદેપુર | 64 | 42 | 2 | 20 |
કચ્છ | 195 | 109 | 6 | 80 |
નર્મદા | 95 | 78 | 0 | 17 |
દેવભૂમિ દ્વારકા | 27 | 20 | 2 | 5 |
વલસાડ | 229 | 71 | 5 | 153 |
નવસારી | 153 | 75 | 2 | 76 |
જૂનાગઢ | 185 | 64 | 4 | 117 |
પોરબંદર | 21 | 13 | 2 | 6 |
સુરેન્દ્રનગર | 200 | 109 | 8 | 83 |
મોરબી | 43 | 19 | 1 | 23 |
તાપી | 25 | 8 | 0 | 17 |
ડાંગ | 4 | 4 | 0 | 0 |
અમરેલી | 105 | 48 | 7 | 50 |
અન્ય રાજ્ય | 88 | 8 | 1 | 79 |
TOTAL | 36858 | 26323 | 1962 | 8573 |