રાહત / ભારતમાં કોરોના કેસને લઈને આવ્યાં અત્યાર સુધીના સૌથી સારા સમાચાર, રિકવરી રેટ ચોંકાવનારો.
આરોગ્ય મંત્રાલયે ગુરુવારે દેશમાં કોરોનાની સ્થિતિ અંગે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મંત્રાલયે કહ્યું કે આપણે વસ્તીના આધારે વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છીએ. આટલી વધુ વસ્તી હોવા છતાં આપણે કોરોના સામેની લડાઈમાં સંતોષકારક કામ કર્યું છે. વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વના અન્ય દેશોની તુલનામાં આપણે કોરોના મુદ્દે સૌથી નીચે છીએ. ભારતમાં રિકવર થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. આજે દેશમાં કોરોનાના 269000 એક્ટિવ કેસ છે, જ્યારે 476378 લોકોને કોરોના મટી ગયો છે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આજે 10 લાખ વસ્તીમાં 538 કેસ છે. વસ્તીને ધ્યાનમાં લેતા ઘણા દેશોમાં ભારત કરતા 16-17 ગણા વધારે કેસીસ છે. ભારતમાં મૃત્યુ દર પણ ઓછો છે.
મંત્રાલયે કહ્યું કે દેશમાં દર 10 લાખ વસ્તીએ 15 મૃત્યુ થયા છે. તે જ સમયે, કેટલાક દેશો એવા છે કે જ્યાં આ આંકડો આપણા કરતા 40 ગણો વધારે છે. ભારતમાં રિકવર થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. આજે દેશમાં કોરોનાના 269000 એક્ટિવ કેસ છે, જ્યારે 476378 લોકોને કોરોના મટી ગયો છે.
કોરોનાના દર્દીઓ અને મૃત્યુ પામેલા દર્દીઓની ઉંમરના આંકડા
કોરોનાથી 15 થી 29 વર્ષની વયના લોકોના મોતની વાત કરીએ તો તે માત્ર 3 ટકા છે. જ્યારે 11 ટકા મૃત્યુ 30 થી 44 વર્ષની ઉંમરના દર્દીઓમાં થયા છે. આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે 60 થી 74 વર્ષની વયના વધુ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 45 થી 75 વર્ષની વયના લોકો વધુ કોરોનાથી સંક્રમિત થયા છે અને આ કેટેગરીમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ વધારે રહી છે.
દેશમાં લેબ્સની સંખ્યામાં વધારો કરવાના પ્રયાસો ચાલુ
તે જ સમયે ICMRએ કહ્યું કે દેશમાં લેબ્સની સંખ્યામાં વધારો કરવાના પ્રયાસો ચાલુ છે. હાલમાં દેશમાં 1132 લેબ ઓપરેશનમાં છે. ઘણી લેબ્સ અત્યારે બની રહી છે. ICMR વતી જણાવાયું હતું કે દરરોજ સરેરાશ 2.6 લાખ ટેસ્ટિંગ કરવામાં આવે છે. એન્ટિજેન ટેસ્ટિંગના ઉપયોગ દ્વારા અમે પરીક્ષણમાં વધારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
ICMRના નિવેદિતા ગુપ્તાએ જણાવ્યું હતું કે ICMR ટેસ્ટિંગ ક્ષમતામાં વધારો કરી રહ્યું છે. RTPCR ટેસ્ટ ઉપરાંત ટ્રુનૈટ અને સીબીનેટ ટેસ્ટ પણ શરૂ કરાયા છે.
દિલ્હીમાં અત્યાર સુધી 6,79,831 ટેસ્ટ કરવામાં આવ્યા
દિલ્હીમાં કોરોનાની સ્થિતિ વિશે માહિતી આપતાં ગૃહ મંત્રાલયે કહ્યું કે 8 જુલાઈ સુધી રાજધાનીમાં 6,79,831 ટેસ્ટ કરવામાં આવ્યા છે. 10 લાખની વસ્તી પર 35,780 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. દરરોજ આશરે 20,000 ટેસ્ટ કરવામાં આવે છે.
કોમ્યુનિટી ટ્રાન્સમિશન અંગે શું કહ્યું?
તે જ સમયે, દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનના પ્રશ્ન પર આરોગ્ય મંત્રાલયે કહ્યું કે વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) કોમ્યુનિટી ટ્રાન્સમિશનની કોઈ ચોક્કસ વ્યાખ્યા નક્કી કરી નથી. તેઓએ સભ્ય દેશોને સ્થાનિક પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કર્યા પછી કોમ્યુનિટી ટ્રાન્સમિશન છે કે નહીં તે નક્કી કરવાની સત્તા આપી છે.
કોરોના વાયરસના હવામાંથી ફેલાવા મુદ્દે શું કહ્યું ?
કોરોનાની રસી માટે 15 ઓગસ્ટ સુધીની અંતિમ તારીખ નક્કી કરવાનો ઉલ્લેખ કરેલા ICMRના ડાયરેક્ટર જનરલના પત્ર અંગે આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા આપી છે. મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણએ જણાવ્યું હતું કે પત્રમાં સલામતી સાથે સમાધાન કર્યા વિના ફક્ત ક્લિનિકલ ટ્રાયલ ઝડપી બનાવવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસ હવા દ્વારા ફેલાય છે તે અહેવાલ પર આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આ મામલામાં WHO તરફથી આવતી માહિતી પર નજર રાખવામાં આવી રહી છે.
રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે ભારત બાયોટેક અને કેડિલા હેલ્થકેર કોરોના રસી બનાવી રહી છે. બંનેની મંજૂરી મળ્યા પછી તેઓએ પ્રાણીઓ પર તેનો અભ્યાસ કર્યો છે. DCGIએ આ બંને રસીઓના ક્લિનિકલ ટ્રાયલ્સના ફેજ-1 અને ફેઝ-2 ની મંજૂરી આપી છે. આશા છે કે તે ટૂંક સમયમાં શરૂ થઈ જશે.

- કોરોનાની હાલની સ્થિતિ અંગે હેલ્થ મિનિસ્ટ્રીની પ્રેસ કોન્ફરન્સ
- પ્રતિ 10 લાખની વસ્તીએ હાલ 538 કેસ અને 15 મોત છે

ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે