નિર્ણય / CBSE બોર્ડ ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત, અભ્યાસક્રમમાં કરાયો મોટો ફેરફાર.
માનવ સંસાધન વિકાસ મંત્રાલયે CBSE બોર્ડના વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. માનવ સંસાધન વિકાસ પ્રધાન Dr. રમેશ પોખારીયલ 'નિશાંક'એ કહ્યું છે કે CBSE બોર્ડના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ 30 ટકા ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એક ટ્વીટમાં લખ્યું છે કે CBSEના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ થવાને કારણે શિક્ષણનો સમય પણ ઘટ્યો છે, તે ધ્યાનમાં રાખીને CBSEએ શૈક્ષણિક સત્ર 2020-21 માટે ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં સુધારો કરવાનું નક્કી કર્યું છે.
પોખરિયાલે આપ્યો જવાબ.
પોખરિયાલે વધુમાં લખ્યું છે, 'આ નિર્ણય માટે મેં થોડા અઠવાડિયા પહેલા સિલેબસ (#SyllabusForStudents2020) ઘટાડવા અંગે ઘણા વિદ્વાનોના સૂચનો માંગ્યા હતા. મને એ જણાવવામાં આનંદ થાય છે કે અમને 1.5 હજારથી વધુ સૂચનો મળ્યાં છે. તમારા જવાબો માટે આભાર.
CBSEએ ધો. 9 થી 12 ના વર્ગના વિદ્યાર્થીઓનો અભ્યાસ ઘટાડવાની અપાઇ સલાહ.
બીજી એક ટ્વિટમાં તેમણે લખ્યું - 'દેશ અને દુનિયાની અસામાન્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને CBSEએ ધો. 9 થી 12 ના વર્ગના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ સુધારવા અને ઘટાડવાની સલાહ આપવામાં આવી હતી.
NCERT વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડરને ફોલો કરશે
તમને જણાવી દઇએ કે આ ઘટાડેલો અભ્યાસક્રમ બોર્ડની પરીક્ષાઓ અને આંતરિક મૂલ્યાંકન માટે સૂચવવામાં આવેલા વિષયોનો ભાગ નહીં હોય. શાળાના વડા અને શિક્ષકો પણ વિવિધ વિષયોના આયોજન માટે વિદ્યાર્થીઓને ઘટાડેલા વિષય-વસ્તુ સમજાવવાની ખાતરી આપશે. કોલેજો એલિમેન્ટરી ક્લાસ I-VII માટે NCERT વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડરને ફોલો કરશે.

- CBSE દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
- ધોરણ 9થી 12 નો સિલેબસ ઘટાડવામાં આવ્યો
- કોરોનાને લઈ વિદ્યાર્થીઓનો ભાર ઘટાડવા નિર્ણય
કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ થવાને કારણે શિક્ષણનો સમય પણ ઘટ્યો છે, તે ધ્યાનમાં રાખીને CBSEએ શૈક્ષણિક સત્ર 2020-21 માટે ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં સુધારો કરવાનું નક્કી કર્યું છે.
પોખરિયાલે આપ્યો જવાબ.
પોખરિયાલે વધુમાં લખ્યું છે, 'આ નિર્ણય માટે મેં થોડા અઠવાડિયા પહેલા સિલેબસ (#SyllabusForStudents2020) ઘટાડવા અંગે ઘણા વિદ્વાનોના સૂચનો માંગ્યા હતા. મને એ જણાવવામાં આનંદ થાય છે કે અમને 1.5 હજારથી વધુ સૂચનો મળ્યાં છે. તમારા જવાબો માટે આભાર.
CBSEએ ધો. 9 થી 12 ના વર્ગના વિદ્યાર્થીઓનો અભ્યાસ ઘટાડવાની અપાઇ સલાહ.
બીજી એક ટ્વિટમાં તેમણે લખ્યું - 'દેશ અને દુનિયાની અસામાન્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને CBSEએ ધો. 9 થી 12 ના વર્ગના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ સુધારવા અને ઘટાડવાની સલાહ આપવામાં આવી હતી.
NCERT વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડરને ફોલો કરશે
તમને જણાવી દઇએ કે આ ઘટાડેલો અભ્યાસક્રમ બોર્ડની પરીક્ષાઓ અને આંતરિક મૂલ્યાંકન માટે સૂચવવામાં આવેલા વિષયોનો ભાગ નહીં હોય. શાળાના વડા અને શિક્ષકો પણ વિવિધ વિષયોના આયોજન માટે વિદ્યાર્થીઓને ઘટાડેલા વિષય-વસ્તુ સમજાવવાની ખાતરી આપશે. કોલેજો એલિમેન્ટરી ક્લાસ I-VII માટે NCERT વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડરને ફોલો કરશે.
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે